Kidney Health Tips

16 videos • 8 views • by Health Campus મેં પોતે જે યાતનાઓ ભોગવી એવી યાતનાઓ બીજા કોઈ ને પણ ભોગવવી ન પડે અને જો ભગવાન ન કરે ને આપણા દર્શકો માંથી કોઈ ને તકલીફ થાય તો હું હંમેશા તમારી પડખે ઊભો છું. મારો જીવ તો મારા મોટા બહેને પોતાની કિડની ડોનેટ કરી બચાવ્યો. મારા બહેન ના મહાન બલીદાન ના કારણે આજે હું તમારી સેવામાં હાજર થઈ શક્યો છું. કિડની હોસ્પિટલ માં અનેક દર્દીઓ ની યાતનાઓ મેં જોઇ મેં નક્કી કર્યું કે મારે આ દુઃખ દર્દ દૂર કરવા કંઈક અલગ જ કરવું છે. મેં જોયું કે અમદાવાદ કિડની હોસ્પિટલ માં સારવાર તો સારી અને ખુબ જ રાહત દરે થાય છે પરંતુ જો કોઈ કમી હોય તો તે આરોગ્ય અંગે ના જ્ઞાન ની છે, જો જ્ઞાન એટલે કે નોલેજ આપવામાં આવે તો દર્દીઓની ઘણી મદદ થાય. હંમેશા જે રોગ ને હરાવવા મેદાને પડયા એ રોઞ ની માહિતી અનિવાર્ય થઈ જાય છે. જો માહિતી ન હોય તો આપણે રોગ ને હરાવીને એ પહેલાં રોગ આપણને હરાવી દે છે. મારો પ્રયત્ન એ છે કે હવેથી કોઈ રોઞ સામે હારે નહીં. બધા જ મોરચે આપણી જીત થાય. તો આવો આપણે સહીયારા પ્રયત્નો થી રોગ ને હરાવી દઇએ. - આપનો દિપ્તેશ.